Saturday, 2 June 2018

નાસ્તિક વાદ


નાસ્તિક વિશે કદાચ એવી જ સંકલ્પના હોય છે કે જે ઇશ્વરને માનતો નથી તે નાસ્તિક. પરંતુ આ સંકલ્પના નાસ્તિકતાને વ્યાખ્યાયિત કરી શકતુ નથી. નાસ્તિકતા  માટે તો એ વિચાર સાવ શૂન્ય છે. એટલે નાસ્તિકતા સમજાતી નથી. જોકે નાસ્તિકતાને સમજવા માટે નાસ્તિક બનવું પડે અને એ જેવા તેવાનું કામ નથી. નાસ્તિક હોવું એટલે બહાદૂર હોવુ જરૂરી છે. જો તમે પોચા મનના છો તો  તમે નાસ્તિક કદી ન બની શકો. નબળા મનના લોકો તો નાસ્તિકતાથી કોસો દૂર રહે. અને દૂર રહેવાનું જ પસંદ કરે. હું નાસ્તિક છું એમ એ જ કહી શકે જે હિમ્મતવાન હોય. હિમ્મતનું કામ છે. નાસ્તિકતાની વિશિષ્ટતા એ છે કે એનો પ્રચાર કરવો પડતો નથી. આસ્તિકવાદમાંથી જ નાસ્તિકવાદનું બીજ અંકુરિત થઇ આવે છે. જેમ કાદવમાંથી કમળ ખીલી ઉઠે છે. કોલસાની ખાણમાંથી હિરો જડી આવે છે એમ. ત્યારે કહેવાય ખરેખર આ તો ખૂબ બહાદૂરનું કામ છે. જ્યા અસંખ્ય લોકો નમી જાય છે. બેબાકળા બની જાય છે એવા સમયે નાસ્તિક છાતી કાઢીને ઊભો હોય છે. જેમ બાજ તુફાનમાં એકલું લડતુ હોય તેમ નાસ્તિક બહાદૂરી પૂર્વક સામનો કરે છે.
હુ નાસ્તિક છુ એમ કહેવાનો અર્થ એમ પણ છે કે મારે કોઇ ચમત્કારિક શક્તિની જરૂર નથી. ચમત્કારિક શક્તિના મદદની જરૂર નથી. હું સક્ષમ છુ. હું નિર્બળ નથી. હુ મારૂ જીવન જીવવા સમર્થ છું. હું કર્મને પ્રધાન્યતા આપું છુ. હું અહિંસાથી જીવું છું હું અસત્યને તિરસ્કાર કરૂ છું. અધર્મનો પણ તિરસ્કાર કરૂ છું.
હું નાસ્તિક છું એમ કહેવાનો અર્થ એમ પણ થાય કે મારા જીવનમાં આવેલી દરેક સમસ્યા ઈશ્વર નિર્મિત નથી. આવેલ સમસ્યા પોતાની ભૂલને પરિણામે નિર્માણ પામી છે. એનો હલ કોઇ ઈશ્વર નહીં કરે પરંતું મારે પોતે જ  કરવાનો છે. આમ પોતાની સમસ્યાનો હલ જાતે કરતો હોય છે.
નાસ્તિકવાદ વિશ્વાસનો વિરોધી નથી પરંતુ અંધવિશ્વાસનો વિરોધી છે.  અંધશ્રદ્ધાનો વિરોધી છે.  હિસાંનો વિરધી છે અને આમ તે સાચો માનવતાવાદી બને છે.
નાસ્તિક વાદ માનવતાવાદને માને છે. કુરિવાજોની નિંદા કરે છે. આડંબરોને તિરસ્કારે છે. અસત્યને અસ્વીકાર કરે છે. અને સત્યની શોધ કરવી એનું લક્ષ્ય હોય છે.  નાસ્તિક સુરક્ષા, સંરક્ષા અને અહિંસાને પ્રધાન્યતા આપે છે. યોગ એની જીવન શૈલી છે. નાસ્તિક પોતાની જાતને ઘ઼વાનું કાર્ય કરે છે. અને એના માટે તે શ્રમ અને વિચારને પ્રાધાન્ય આપે છે.
નાસ્તિકવાદ માત્ર વિચાર નથી પરંત એક પરંપરા છે સંસ્કૃતિ છે એવી પરંપરા એવી સંસ્કૃતિ કે જે આડંબરો, કુરિવાજો, અસત્ય, અધર્મ હિંસા વગેરેની નિંદા કરે છે આવા નાસ્તિકવાદને માનનાર ખરેખર બહાદૂર યોદ્ધો જ કહેવાય.

No comments:

Post a Comment