Friday, 5 January 2018

અસરકારક શિક્ષણ(Effective education)-ભાગ-1-પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી- અસરકારક જ્ઞાન પ્રસાર(education) માટેનું આવશ્યક કૌશલ્ય(skill)



પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી- અસરકારક જ્ઞાન પ્રસાર(education) માટેનું આવશ્યક કૌશલ્ય(skill)

બાળકને વિવિધ પ્રકારે માહિતી પ્રાપ્ત થતી હોય છે. શાળા સિવાય અન્ય માધ્યમો દ્વારા પણ જ્ઞાન પ્રાપ્તિ થતી હોય છે. પરંતુ શાળા બહારના જ્ઞાનની અસરકારકતા શાળામાં અપાતા જ્ઞાન કરતા ઓછું અસરકારક હોઇ શકે છે. આથી શાળાની જવાબદારી બને છે કે શાળા દ્વારા થતું જ્ઞાન પ્રસારનું કામ અસરકારક બને તેવા પ્રયત્નો કરે. જો શાળાનું શિક્ષણ અસરકારક ન બને તો શાળાની કોઇ આવશ્યકતા રહેતી નથી. આથી શાળાએ અસરકારક શિક્ષણ માટેના પ્રયત્નો હાથ ધરી શકે છે. શિક્ષક પોતાની જ્ઞાન અને સમજને આધારે શાળા શિક્ષણને અસરકારક બનાવી શકે છે. શિક્ષણને અસરકારક બનાવવા માટેનું એક પગલું છે પૂર્વજ્ઞાનની ચકાસણી કરવી. અહી પૂર્વજ્ઞાન દ્વારા અસરકારક શિક્ષણની વાત કરવામાં આવી છે.
  • પૂર્વજ્ઞાનની(Precognition)  ચકાસણી- પૂર્વજ્ઞાન શબ્દથી જ અર્થ જણાઇ આવે છે કે પૂર્વ=પહેલાંનું અને જ્ઞાન એટલે જ્ઞાન પહેલાનું જ્ઞાન(અગાઉનું જ્ઞાન) બાળકને વર્ગમાં આવતાં પહેલાં અનુભવ આધારિત તેમજ અગાઉના વર્ગનું જ્ઞાન હોય છે. અને આ જ્ઞાન દરેક બાળકમાં અલગ-અલગ પ્રકારનું હોય છે.  આથી આ જ્ઞાનની ચકાસણી કરવી ખૂબ જ આવશ્યક બની જાય છે. દા.ત. વર્ગમાં 30 બાળકો હોય તો ત્રીસે બાળકમાં પૂર્વજ્ઞાનમાં (Precognition) ભિન્નતા જોવા મળશે. જેમકે શિક્ષકે ગણિતનું અધ્યયન કરાવવું છે ત્યારે વર્ગમાં અલગ-અલગ પૂર્વજ્ઞાન ધરાવતા બાળકો હશે. જેમકે કોઇક બાળકને માત્ર સરવાળાનું જ જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા અને ગુણાકાર બંનેનું જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા, ગુણાકાર અને બાદબાકીનું જ્ઞાન હશે. કોઇક બાળકને સરવાળા, ગુણાકાર, બાદબાકી તેમજ ભાગાકારનું જ્ઞાન હશે. આવા સમયે જો ગણિતના અવયવ શીખવવા છે તો જે બાળકો સરવાળા, બાદબાકી, ગુણાકાર તેમજ ભાગાકાર જાણે છે તે ઝડપથી શખી જશે. જ્યારે જે બાળકને માત્ર સરવાળાનું જ જ્ઞાન છે તે તો અવયવને માથાનો દુખાવો જ સમજશે. શિક્ષક જો પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી કર્યા વિના જ અધ્યયન કરાવવા લાગશે તો વર્ગના દરેક બાળક અધ્યયન નહીં કરી શકે અને અસરકારક શિક્ષણ સંભવી શકશે નહીં. આથી શિક્ષકે પ્રથમ બાળકના પૂર્વજ્ઞાનની(Precognition) ચકાસણી કરવી જોઇએ. બાળકના પૂર્વજ્ઞાનને શોધવા માટે થોડી પ્રવૃ્ત્તિઓ આપી છે.
  • પૂર્વજ્ઞાન(Precognition)  ચકાસણી માટેની પ્રવૃત્તિઓ 
  1. મૌખિક કસોટી દ્વારા- શિક્ષક બાળકના પૂર્વઅનુભવો તેમજ પૂર્વજ્ઞાનની ચકાસણી બાળકને મૌખિક પ્રશ્નો પૂછી તેના જવાબો મેળવી કરી શકે છે. આ માટે શિક્ષકે પોતાના હેતુ અનુરૂપ મૌખિક પ્રશ્નો તૈયાર કરી વર્ગમાં તેમજ વર્ગ બહાર અધ્યેતાને પૂછી જવાબ મેળવી તે જવાબોનું પૃથક્કર કરી તારણો મેળવી પૂર્વજ્ઞાન જાણી શકાય છે. શિક્ષકે બાળક દ્વારા અપાયેલા જવાબની નોંધ રાખવી જોઇએ.
  2. લેખિત કોસોટી દ્વારા- જે રીતે મૌખિક પ્રશ્નો દ્વારા પૂર્વજ્ઞાન ચકાસણી કરી શકાય તે જ બાળકની લેખિત કસોટી દ્વારા પણ પૂર્વજ્ઞાન જાણી શકાય છે. મૌખિક જવાબ આપતી વખતે બાળક સંકોચ અનુભવતો હોય છે તો  એ બાબત અહી ટળી જાય છે બાળક મુક્ત રીતે જવાબ આપી શકે છે. મૌખિક અભિવ્યક્તિ જે બાળક પાસે નથી તેવા બાળક પાસેથી પણ જ્ઞાન મેળવી શકાય છે. 
  3. અવલોકન દ્વારા- મૌખિક તેમજ લેખિત અભિવ્યક્તિ ન ધરાવતા બાળકોનું પણ પૂર્વજ્ઞાન જાણી શકાય છે તે આ પદ્ધતિનો મહત્ત્વનો લાભ ગણાવી શકાય. બાળકનું વર્તન, વર્ગ દરમિયાન, વર્ગ બહારની પ્રવૃ્ત્તિઓ, બાળકનું અગાઉનું ગૃહ કાર્યબાળકની ક્રિયાશીલતા વગેરે બાબતોનું અવલોકન કરવાથી બાળકની નબળાઇ તેમજ ખાસિયતો જાણી શકાય છે. અવલોકન દિશાવિહિન નહોવું જોઇએ પરંતુ ચોક્કસ હેતુ આધારિત અવલોકન હોવું જોઇએ. અવલોકનમાં નિષ્પક્ષ રહેવું ખૂબ જરૂરી છે. કોઇ ધારણા ન બાંધી લેવી જોઇએ. અવલોકન દરમિયાન બાળકને જાણ ન થવા દો કે શિક્ષક તેનું અવલોકન કરી રહ્યાં છે. અવલોકનના વિવિધ તબક્કે નોંધ રાખવી ખૂબ આવશ્યક છે નોંધ આધારે જ તમે બાળકના પૂર્વજ્ઞાનનો અંદાજ મેળવી શકશો.
  4. વિદ્યાર્થીને અધ્યયન કરાવનાર અગાઉના અધ્યાપકના અભિપ્રાયો મેળવીને- વિદ્યાર્થીને અધ્યયન કરાવનાર અગાઉના અધ્યાપક તે વિદ્યાર્થીથી પરિચિત હોય છે અને તેને વિદ્યાર્થી વિશે જાણ પણ હોય છે તો તેનો સંપર્ક  કરી વિદ્યાના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકાય છે અગાઉના અધ્યાપક સાથે ચર્ચા સંભવી ન શકે તો તેવા સંજોગો એ નિશ્ચિત હેતુ આધારિત અભિપ્રાયાવલિની રચના કરી જે તે શિક્ષક પાસેથી અભિપ્રાયો મેળવી પૂર્વજ્ઞાન જાણી શકાય છે.
  5. સ્ટાફ ચર્ચા દ્વારા- સ્ટાફ મિટિંગ દમિયાન પૂર્વજ્ઞાનની જાણ માટેના વિદ્યાર્થીની વાત મુકી શકાય. અને સ્ટાફ શુ કહે છે તેને આધારે પૂર્વજ્ઞાન જાણી શકાય. આચાર્યને રૂબરૂ મળી ચર્ચા કરી શકાય. અને સ્ટાફ મિત્રોને એકાંત મળી ચર્ચા કરી શકાય તેમજ જૂથ ચર્ચા દ્વારા પણ પૂર્વજ્ઞાન જાણી શકાય. સ્ટાફ ચર્ચામાં હેતુ બહારનું જ્ઞાન આવવાની સંભાવના હોય છે પરંતુ શિક્ષકે આવા સમયે પોતાના હેતુને અનુરૂપ મળતી માહિતી પર જ ધ્યાન આપવું અને ચર્ચા દરમિયાન વિષય ફંટાય નહી તે માટે તમને લાગે વિષય બહાર જઇ રહ્યા છે તો ત્યારે થોડી વાર રહી પાછો પોતાનો મુદ્દો મુકી શકાય. સ્ટાફના મિત્રો પણ તે બાળના સંપર્કમાં આવતાં હોય છે તો તેમનું મૂલ્યાંકન બાળકના પૂર્વજ્ઞાન જાણવામાં મદદરૂપ બની શકે છે.
  6. વાલી સંપર્ક દ્વારા- બાળકના સામાજિક તેમજ બાહ્ય પૂર્વજ્ઞાન જાણવા બાળકના વાલીની મૂલાકાત કરી શકાય. રહેવાની જગ્યા તેમજ વાલી સાથેની ચર્ચાને આધારે બાળકના પૂર્વજ્ઞાનની ચકાસણી કરી શકાય છે. વાલી પાસે ફરિયાદી બની ન જાઓ પરંતુ વિદ્યાર્થી બની જાઓ. આ માટે વાલીને પૂછવાના પ્રશ્નોની અગાઉથી તૈયારી કરી શકાય. પ્રશ્નાવલિ, અભિપ્રાયાવિલિ જેવા ઉપકરણોનો ઉપયોગ પણ કરી શકાય .

  • પૂર્વજ્ઞાન ચકાસણી બાદ અધ્યયન કાર્ય

  પૂર્વજ્ઞાન ચકાસ્યા બાદ ઉપચાર કાર્ય કરવું ખૂબ આવશ્યક છે. શિક્ષક સામે સમસ્યા એ આવે છે કે એક જ સમયે અલગ-અલગ પ્રકારના પૂર્વજ્ઞાન યુક્ત વિદ્યાર્થીનું અધ્યયન કાર્ય કરવાનું છે. આવા સમયે નીચે જેવી પ્રયુક્તિઓ અજમાયશ કરી શકાય

  • જૂથ આધારિત અધ્યાપન

અલગ-અલગ મળેલ પૂર્વજ્ઞાનને કોઇ નિશ્ચિત સીમા નિર્ધારણ કરી નબળું, મધ્ય અને ઉચ્ચ જેવા જુથ પાડી શકાય. આ ઉપરાંત અધ્યયન વસ્તુને આધારે જૂથ પાડી શકાય જેમકે માત્ર સરવાળાનું જ્ઞાન ધરાવતું જૂથ, સરવાળા અને બાદબાકીનુ જ્ઞાન ધરાવતું જૂથ, સરવાળા, બાદબાકી અને ભાગાકારનું જ્ઞાન ધરાવતું જૂથ. વગેરે પ્રકારે જૂથ વિભાજન કરી એક જ સમયે એક જ વર્ગમાં અલગ-અલગ જૂથને અલગ- અલગ અધ્યયન કરાવી શકાય. દરેક જૂથને સમય ફાળવવો અતિ આવશ્યક છે. વર્ગ વ્યવવસ્થા તૂટવાનો ભય રહેતો હોય છે આથી વર્ગવ્યવસ્થા જળવાઇ રહે તેનું આગવું આયોજન કરી શકાય. પ્રજ્ઞાવર્ગ આધારિત જૂથ વિભાજન પણ કરી શકાય અને તે આધારે અધ્યયન કરાવી શકાય. આનું નબળું પાસું એ છે કે વર્ગકાર્ય ખૂબ ધીમું ચાલે છે.

  • અલગ તાસનું આયોજન-

જેમનું પૂર્વજ્ઞાન ઓછું છે તેવા બાળકો ચાલું તાસમાં દરેકની સાથે અધ્યયન કરે અને અલગ તાસમાં પૂર્વજ્ઞાન આધારિત અધ્યયન કરે તેવી વ્યવસ્થા કરી શકાય. શિક્ષકની કામગીરી વધે છે.
અલગ અધ્યાપક દ્વારા અધ્યયન- પૂર્વજ્ઞાન આધારિત આસપાસના વિસ્તારના કોઇ વિદ્વાનને આ કામગીરી સોંપી શકાય જે શાળામાં અથવા શાળા સમય સિવાયના સમયમાં બાળકનું અધ્યયન કરાવે.

  • નીચેના વર્ગના શિક્ષકને સોંપી શકાય.- નીચેના વર્ગનો શિક્ષક એટલે કે બાળક જે વર્ગમાં આવ્યો છે ધારોકે 6ના વર્ગમાં બાળક છે તો 1 થી 5નું અધ્યયન કરાવનાર શિક્ષક નીચેના વર્ગનો શિક્ષક ગણી શકાય. નીચેના વર્ગનો શિક્ષક બાળકને જે પૂર્વજ્ઞાન નથી તેનું જ અધ્યયન કરાવતો હોય છે તો આપણા વર્ગના જે તે કક્ષાના પૂર્વજ્ઞાન યુક્ત બાળકને નિમ્ન વર્ગના શિક્ષક પાસે અધ્યયન માટે મોકલી શકાય. શિક્ષક પર ભાર રહેતો નથી. શિક્ષણ કાર્ય ધીમું રહેતું નથી. બાળક હિનભાવની લાગણી અનુભવી શકે છે કેમકે બાળકે તેનાથી નાની ઉંમરના બાળક સાથે અધ્યયન કરવાનું થાય છે.

  • વધારાના વર્ગો – શાળા સમય સિવાયના સમયે બાળકનું અધ્યયન કરાવી શકાય.  


No comments:

Post a Comment