જ્ઞાનની પ્રામાણિકરણતા
જો કે આવો પ્રશ્ન લેખકને અભ્યાસકાળ
દરમિયાન થયો નથી. લેખકે જે વાંચન કર્યું
જાણ્યું દરેકને સાચુ જ માનતો આવ્યો છું અને પરીક્ષામાં પૂછાતા પ્રશ્નમાં એ જ લખતો
અને પેપર ચકાસનાર પણ સાચુ પાડી દેતો મારા મતે તો પેપર તપાસનારને પણ આવો પ્રશ્ન
નહીં થયો હોય કે ખરેખર આ સાચું છે ? ખરેખર
આ ખોટુ છે ? આ પ્રશ્ન થવા પાછળનું કારણ તો ઇ-લર્નિગ છે. એણે
મને હચમચાવી નાખ્યો મને જે શિક્ષણ આપવામાં આવ્યું એના વિરૂદ્ધ મતો મને અસંખ્ય જોવા
મળ્યા. જ્ઞાન જ્યારે બે મતો પર આવે છે ત્યારે તે ચર્ચાનો વિષય બને છે. અને
ચર્ચામાંથી ઉગ્રતા આવે છે અને એમાંથી વિખવાદો ઉત્પન્ન થતા હોય છે. એટલે કે જ્ઞાનની
સત્યતા એક જ હોવી જરૂરી છે.
માની
લો કે 25 વર્ષ અભ્યાસ કરો અને પછી તમને કોઇ કહે કે તે જે અભ્યાસ કર્યો એ જ્ઞાનતો
ખોટુ હતુ. તમે એને પુસ્તકોના સંદર્ભો આપો છો અને તે સામે એના વિરૂદ્ધના સંદર્ભો
આપે છે. ક્યા સંદર્ભોને સાચા માનવા પ્રશ્ન સ્વાભાવિક થાય. જેટલો આત્મવિશ્વાસ તમને
તમારા અભ્યાસનો હોય છે એટલો જ આત્મવિશ્વાસ સામેની વ્યક્તિને હોય છે. અહી પ્રશ્ન સમેની વ્યક્તિને હરાવવાનો નથી પરંતુ
સત્યતા નો સવાલ છે. મે અભ્યાસ કર્યો ત્યારે અંગ્રેજોનું શાશન ગુલામીનું શાસન હતુ
એવો અભ્યાસ કર્યો એક મહોદય મારી પાસે એક પુસ્તક લાવ્યા અને મને જણાવ્યું કે જુઓ આ
પુસ્તક કહે છે. અંગ્રેજોના શાસનમાં દેશ સારી રીતે પ્રગતિ કરી રહ્યો હતો. એક પુસ્તક
કહે છે સંવિધાન આંબેડકરે લખ્યું તો બીજ કહે ના. એક ભાષાવિજ્ઞાની કહે કે સંસ્કૃત
માંથી બધી ભાષાની ઉત્પતિ થઇ તો બીજો ભાષા વિજ્ઞાની કહે સંસ્કૃત જેવી કોઇ ભાષા
ભારતમાં હતી જ નહીં. તો કોઇ કહે સંસ્કૃત તો હમણાની ભાષા છે. વિજ્ઞાન સંદર્ભે પણ
આવા મતો પ્રવર્તે છે મે અભ્યાસ કર્યો કે કલોસ્ટોરલથી એટેક આવે છે. ડૉ. વિશ્વરૂપ
રૉય કહે છે કે આ જૂઠ છે કોલોસ્ટોરલથી એટેક આવતું નથી. મે એવો અભ્યાસ કર્યો કે
એઇડ્સ સિરિંઝથી ફેલાય છે. ડૉ.વિશ્વરૂપ રૉય કહે છે એઇડસ સિરિંઝથી ફેલાતો નથી. મે
અભ્યાસ કર્યો ત્યારે એમ જ અભ્યાસ કર્યો કે ગાંધી સારા વ્યક્તિ હતા પરંતુ એક લેખ કહે છે ગાંધી જાતિવાદી હતા.
રાણાપ્રતાપ રજપૂત રાજા છે એવું જ ઇતિહાસે શિખવ્યું પરંતુ એક પુસ્તક કહે છે કે
રાણાપ્રતાપ ભીલ હતા. રાણી લક્ષ્મી બાઈ વિશે તો સૌ કોઇ જાણે છે પરંતુ એક યૂટ્યૂબ
વિડિયો કહે છે ઝાંસીની રાણી લડાઇ નહોતી લડી પરંતું ઝલકારી બાઈ લડાઈ લડી હતી. એક
પુસ્તક કહે છે કે પૃથ્વી ગોળ છે તો બીજુ પુસ્તક કહે છે કે પૃથ્વી ફ્લેટ છે. આવા તો
અસંખ્ય ઉદાહરણો આપણને મળી શકે છે. વૈચારિક જ્ઞાનમાં વિભિન્નતાને સ્વીકારી શકાય
પરંતું ઐતિહાસિક જ્ઞાનમાં, વૈજ્ઞાનિક જ્ઞાનમાં કેવી વિભિન્નતા.
આવી વિભિન્નતાને કારણે જ લેખકને જ્ઞાનની
પ્રામાણિકરણનો પ્રશ્ન થયો જો કે લેખકને ખુદ હાસ્યાત્મક લાગે છે પરંતુ પ્રામાણિકરણ
કરવું જ પડશે.
જ્ઞાનનું
પ્રામાણિકરણ એટલે કે એવી બાબત કે આ જ્ઞાન પ્રામાણિત થયેલું છે અને આ જ સત્ય છે.
આના સિવાય આ વિષયને લગતું કોઇ જ્ઞાન સત્ય નથી. માની લો કોઇ જ્ઞાન અધૂરૂ છે. તો
એનું પણ પ્રામાણિકરણ કે આ જ્ઞાન અધૂરું છે. અને જ્ઞાન પ્રાપ્તિના સંદર્ભો સાથે
જ્ઞાનને પ્રાણાણિત કરવું. આનો લાભ આજની કોમ્પેટેટીવ પરીક્ષામાં પણ વિદ્યાર્થીને
થશે. વિદ્યાર્થીને અલગ-અલગ પુસ્તકો ખોળવાની જરૂર રહેશે નહીં. અધ્યેતા જાતે જ જવાબ
મેળવી શકશે. કોઇ વિચારક પોતાની વાતને આ પ્રમાણિત જ્ઞાનને સંદર્ભ તરીકે મુકી
આત્મમવિશ્વાસ પૂર્વક પોતાની વાત રજૂ કરી શકશે. આધુનિક યુગમાં તો કહેવાય છે કે એતો
અંગ્રેજોએ લખ્યુને એટલે ખોટુ લખ્યું. બાકી વાતતો આમ છે. એવા પ્રશ્નો જ રહેશે નહીં.
આમ જ્ઞાનનું પ્રામાણિકરણ કરતા જવું ખૂબ જરૂરી લાગતી બાબત બનતી જાય છે. કેમકે
તાર્કિક લોકોની સંખ્યા વધતી જાય છે. જૂના જ્ઞાનને ગલત સિદ્ધ કરી કાયમી ગુલામી થોપી
શકે છે. વિદ્વાનોના અથગ પ્રયત્નોના અંતે
જ્ઞાન મેળવ્યું હોય અને એના વિરૂદ્ધમાં જ્ઞાન હોય ત્યારે કઇ બાબત સત્ય માનવી એ પ્રશ્ન ના રહે એ માટે જ્ઞાનનું પ્રમાણિકરણ
જ્ઞાનને બચાવવા માટે કરવું હિતાવહ છે.
No comments:
Post a Comment