શુ બાળકને વાતે-વાતે રોકવું જરૂરી છે ?
બાળકને
રોકવું તો પડે જ ને નહિતર એ તો ઊંધા રસ્તે જતો રહે. એવા અસંખ્ય મતો માતા-પિતા પાસે
બાળકને રોકવાના હોય છે. એ મતો સહજ અને
સ્વાભાવિક જ છે. એક વાલી તરીકે આપણે ક્યારે આપણા સંતાનને અવળે માર્ગે ન જવા દઇએ. આ સમયે કોઇ, એ વાલીને કહે કે
બાળકને રોકવો નહીં તો એને એ વાત ગળે ન પણ
ઉતરે. એવા વાલીને થોડા પ્રશ્નો કે શુ આપ
કોઇના રોકાવાથી રોકાણા છો ? શુ આપને
કોઇ રોકે તો આપને ગમે ખરૂ ? નિશાળના એ નિયમો તોડવાની તમને કેટલી મજા આવેલી
એ યાદ છે ? શુ આપ
ટ્રાફિકના બધા નિયમોનું ચુસ્તપણે પાલન કરો છો ? આવી તો
અનેક બાબતો છે જેમા આપણે અન્યના વિચાર, રોકટોક સહન કરતા નથી. જો આપને રોક-ટોક પસંદ
ન હોય તો આપના બાળકને કેવી રીતે પસંદ હોય ? એ
વાલી ત્યારે કહેશે જો વાત
પસંદ નાપસંદની નથી બાળકના ભવિષ્યની છે આથી ત્યા બાળકની પસંદ કે ના પસંદ ન જોવાની
હોય. એ કાંઇ ખોટો પ્રશ્ન તો નથી. અને એવા મતાધિન વર્તન જ આપણે જોતા આવ્યા છીએ અને
આપણે એ જ કરીએ છીએ.
સ્વતંત્રતા
હનન ખૂબ મોટી બાબત છે. કોઇ પણ વ્યક્તિ પોતાની સ્વતંત્રતા હનન ન થવા દે. ગાંધીએ
સ્વંતંત્ર થવા કેવી જીદ પકડેલી આપણે સૌ જાણીએ છીએ.કોઇ વ્યક્તિ રોકટોક સહન ન જ કરે.
એ વ્યક્તિને એનુ પોતાનું જીવન છે અને તે પોતાની ઇચ્છા મુજબ જીવવા માંગે છે. ત્યારે
રોક ટોક કરનાર તો એના માટે માથાનો દુખાવો સમાન બની રહે છે.
અહી વાત
માતા-પિતાને રોકવાની નથી માત્ર એ છે કે
રોકવાથી શુ થઇ શકે એ કહેવાની છે. રોકટોકથી બાળક એ સમય પૂરતો રોકાઇ જાય છે. પરતુ
એના મનમાં એ ભાવ પણ ઉત્પન્ન થાય છે કે હુ કાંઇ ખોટુ કરી રહ્યો છુ. તમે દરેક બાબત
માં રોકટોક કરશો તો તેને એમ થશે કે હુ બધુ ખોટુ જ કરૂ છું. જ્યારે સમાજમાં તે જાય
છે ત્યારે એણે કરેલા વર્તનો એ બીજામાં પણ જુવે છે આવા સમયે એ પણ જુવે છે કે મારા
જેવા જ વર્તનને તો પ્રોત્સાહન મળે છે. ત્યારે એ એમ સમજે છે કે મારા વાલી મારા
દુશ્મન છે. એ મને પ્રગતિ કરવા દેવા માંગતા નથી. (આવું દરેક બાળક વિચારતા જ હોય
તેવું નથી). અને એ બાળક એના વાલીથી અલગ રહે છે. એ એવા મિત્રોમાં જાય છે જ્યા એને
કોઇ રોકટોક નથી. એ મનફાવે તેમ કરી શકે છે. એને જે કરવું છે તે મિત્રો કરવા દે છે
અને પ્રત્સાહન પણ આપે છે અને આથી મિત્રો
એને વધારે પસંદ પડે છે. સારા મિત્રની સોબત સાર માર્ગે વાળે છે. બાકી જેવા મિત્રો
એવા માર્ગે તે વળે છે. ત્યારે વાલીને એમ થાય છે કે મારી શી ભૂલ મે તો દરેક વાતનું
ધ્યાન રાખ્યું હતુ.
તમારા બાળકને તમે તમારા ઇચ્છિત માર્ગે કેમ
વાળવા માંગો છો એ વાત સમજાતી નથી. તમે કદાચ એ માર્ગે જવા નથી માંગતા એ માર્ગે
તમારા બાળકને શા માટે વાળવાનો પ્રયત્ન કરો છો. શુ એ બાળક તમારી સંપતિ છે જે તમે
વાપરો તેમ વપરાય. તમે તમારા બાળકને તમારી સંપતિ માનો છો.
એક
બાળકમાં પસંદ નાપસંદ કરવાની ક્ષમતા હોય છે છતા બાળકની બધી પસંદ નાપસંદ તો તેના
વાલી જ કરતા હોય છે. બાળકના કપડા, બાળકે શુ બોલવું, બાળકે ક્યારે રમવું, બાળકે શુ
ખાવું, બાળકની ક્રિયાઓ, બાળકના રસ રુચિ વગેર બાબત વાલી પોતે જ નક્કી કરતા હોય છે.
અહી બાળક જીવન જીવે છે કે તેના વાલી એ બાબત સ્પષ્ટ થાય છે. બાળક પાસે અપેક્ષાઓ છે
એ બાળકની પોતાની નથી. બાળક પાસે જે ધ્યેય છે તે બાળકના પોતાના નથી. જો કે આ
પ્રકારની બાબત 13 વર્ષ સુધી તો બાળક સહન કરે છે પછી બાળક વિદ્રોહ કરે છે. વાલીના
દરેક નિર્ણયનો તે વિરોધ કરે છે. આ બાબત જેણે બાળકનો ઉછેર કર્યો છે એને તો અનુભવેલી
જ હશે. અને આવા સમયે બાળક ફંટાય છે તમારી ઇચ્છા મુજબ હવે થવાનું નથી. વાલી હવે ગૌણ
બની જાય છે. જે સતત વાલીની ઇચ્છાથી ચાલ્યું તે હવે વિરોધી દિશામાં ગતિમાન બને છે.(
આવી પરિસ્થિતિ દરેક વખતે સંભવ બને એ જરૂરી નથી.)
બાળક
વાલીની રોકટોકથી વર્તન પરિર્તન કરતો નથી. પરંતુ બાળકે જાતે અનુભવેલું હોય છે કે આ
પ્રકારની પરિસ્થિતિ સન્માનીય છે. અને એ પોતાની રીતે જ વર્તન કરતો હોય છે. આ બાબતને
વાલી એમ સમજે છે કે અમારી રોકટોકના પરિણામે બાળકે આ પ્રકારનું વર્તન કર્યું. જોકે
વાસ્તવિકતા કંઇક અલગ હોય છે બાળકે નિર્ણય પોતાની જાતે જ કર્યો હોય છે.
બાળક નિર્ણય કરવા, પસંદ નાપસંદ કરવા સક્ષમ
છે. તે વાલીની રોકટોકથી વર્તન પરિવર્તન કરતો નથી ત્યારે વાલીએ રોકટોકને મુલતવી રાખવાનો
જ પ્રયત્ન કરવો જોઇએ અને એવી આદર્શ પરિસ્થિતિ ઉત્પન્ન કરવી જોઇએ કે જેથી બાળક એ જ
નિર્ણય કરે. આનો લાભએ થશે બાળકને એમ થશે કે આ પરિસ્થિતિ મે જાતે પસંદ કરી છે જો કે
વાલીના ઇશારે થઇ હોય છે. બાળકનો આત્મવિશ્વાસ ખૂબ વધે છે અને બાળક રિઢુ કે જિદ્દી
બનાવા તરફ ની ગતિ ધીમી બને છે. અને એક આદર્શ બાળક બનવા પ્રેરાય છે. વગર રોકે ટોકે
બાળક યોગ્ય દિશાએ વળતો હોય છે.
વાલી
તરીકે આવા સંજોગોએ એ વાતનો ખ્યાલ રાખવો જોઇએ કે બાળક કોઇ ઉંધી દિશા ન પકડી લે અહી
એ ધ્યાન રાખવું જોઇએ કે વાલીએ જે આદર્શ પરિસ્થિતિ ઊભી કરી છે એનાથી પ્રભાવાત્મક
ઉદ્દીપકો બહાર પણ મોજૂદ હોય છે અને કદાચ
બાળક માટે અહિતકારી પણ હોઇ શકે આવા કારકોથી વાલીએ તેની રક્ષા પણ કરવાની છે પરંતું
બાળકને જાણ થયા વગર. એટલે વાલીએ રક્ષાકવચ બનવાનું છે. આ માટે સતત ધ્યાન રાખવું જરૂરી બને છે. બાળક
કોને મિત્ર બનાવે છે. બાળક શુ ખાય છે. બાળકનું વર્તન બદલાયેલું નથી એ જોવું વગેરે
જોવું પણ વાલીની જવાબદારી બની જાય છે. માત્ર રોકટોક કરી એમ કહી દેવું કે જુઓ અમે
તો અમારી જવાબદારી કેટલી બખૂબી નિભાવવીએ છીએ એ તો સ્વાર્થી પ્રકૃત્તિ ગણી શકાય.
ચાલો આદર્શ બનીએ અને આદર્શ બનીવીએ સૂત્રને અપનાવીએ અને એક સારી પેઢીનું નિર્માણ
કરીએ.
શીખ- આદર્શ પરિસ્થિતિ માટે આદર્શ બનવું
ખૂબ જરૂરી છે.
6/6/2018
No comments:
Post a Comment