Saturday, 2 June 2018

શિક્ષકનું કામ વિદ્યાર્થીને પ્રવાહિત કરવાનું છે.


શિક્ષકનું કામ વિદ્યાર્થીને પ્રવાહિત કરવાનું છે.
       સમાન્ય રીતે શિક્ષક વિદ્યાર્થીને જ્ઞાન આપે છે. એ જ્ઞાનને ઉદાહરણો સાથે સમજાવે છે. વિવિધ ટેકનોલોજિના ઉપોયોગથી  સમજાવે છે. વિદ્યાર્થી જ્ઞાન ગ્રહણ કરે છે અને પરીક્ષામાં જ્ઞાન ઠેલવે છે. સારા ગુણ આવે એટલે શિક્ષકનું પણ ચાલ્યુ જાય અને વિદ્યાર્થીનું પણ ચાલ્યું જાય નબળા ગુણ આવે તો વિદ્યાર્થીને પાંચ જણા આવીને કહી જાય કે મહેનત કરી હોત તો હવેથી ધ્યાન રાખજે. ગુણ સારા મેળવવા શિક્ષક વિદ્યાર્થીને બાંધી રાખે છે. જો કે માત્ર શિક્ષકનો દોષ નથી અભ્યાસક્રમ બનાવનાર, પાઠ્યક્રમ બનાવનાર આયોજન કરનાર બધાનો દોષ છે કે બાધા સાથે મળી વિદ્યાર્થીને ઝકડી દે છે કે તારે તો આ જ જ્ઞાન મેળવવાનું આ જ કરવાનું. વિદ્યાર્થી બંધિયાર તળાવ સમાન બની જાય છે. એ માત્ર યાદ કરી શકે છે. અને એ યાદ કરેલું તે લખી શકે છે આનાથી વધારે તે કરી શકતો નથી. એની વૈચારિકતા પણ બંધ થઇ જાય છે. અને આથી વૈજ્ઞાનિકોની સંખ્યા ખૂબ ઓછી જોવા મળે છે. આ બાબતના હલ માટે શિક્ષકને કહેવામાં આવે છે કેમકે શિક્ષક સતત વિદ્યાર્થી સાથે હોય છે. વિદ્યાર્થી શિક્ષકના માર્ગદર્શન હેઠળ ચાલતો હોય છે. આથી શિક્ષકને કહેવુ યોગ્ય ગણાય.
વિદ્યાર્થી જો જ્ઞાનને યાદ કરી લેશે એટલે કે એ જ્ઞાનને યાદ કરવા પ્રયત્ન કરે છે. આ પ્રયત્નોને પરિણામે વિદ્યાર્થિની  પ્રવાહિતા અટકી જાય છે. વૈચારિકતા સતત ચાલતી પ્રક્રિયા છે પરંતુ જ્યારે કોઇ જ્ઞાનને યાદ કરવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ત્યારે વૈચારિકતા સ્થિર થાય છે. પ્રકૃતિ દ્વારા માણસને વૈચારિક પ્રવાહિતાનો ગુણ સદીઓની જેહમત બાદ મળ્યો છે. અને આપણે એને જ રોકી દઇએ છીએ.. જો કે આ બાબતને પરિણામે વિદ્યાર્થીનું મસ્તિષ્ક એ પ્રકારની ગોઠવણ કરે છે કે જ્યારે કોઇ નિર્ણય કરવાનો હોય ત્યારે તે પોતાની પ્રવાહિતાને રોકી દે છે અને એકની એક બાબત પુનરાવર્તીત કરાવે છે.  એટલે કે એ અધ્યેતાને ભવિષ્યમાં નિર્ણય કરવામાં મુશ્કેલીનો સામનો થઇ શકે છે. નિર્ણય યોગ્ય ન કરવાથી એનું જીવન અસ્તવ્યસ્ત બની શકે છે. કદાચ માનસિક વિકલાંગતા પણ આવી શકે છે. વૈચારિક પ્રવાહિતા અટકાવાથી અસંખ્ય સામાજિક, આર્થિક તેમજ મનોવૈજ્ઞાનિક સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. જો કે આવા વિદ્યાર્થી સંખ્યા ઓછી હોય છે આગળની વાત કરતા પહેલા એ સમજ આપુ કે જ્ઞાન પ્રાપ્તિ કરતા જ્ઞાનનું આઉટપુટ ખૂબ મહ્ત્વુનું છે. જો જ્ઞાનનું આઉટપુટ ન થાય તો શિક્ષણ શિક્ષણ ન કહેવાય. ચિત્ર શિખ્યા બાદ શિખનારને ચિત્ર બનાવતા આવડવું જરૂરી છે. આમ આઉટપુટનુ ખૂબ મહત્વ છે. પરંતુ આપણે ઇનપુટમાં આખુ વર્ષ કામ કરીએ છીએ અને આઉટપુટમાં માત્ર ત્રણ કલાક કેવી વિટંબણા છે. જે મહ્ત્વપૂર્ણ છે એને માટે આપણી પાસે સમય જ નથી. માત્ર ઇનપુટ થાય આઉટપુટ ન થાય તો તે બંધિયાર બનશે. જો કે સામાજિક સંસર્ગના પરિણામે આપણને શિક્ષણની દુર્દશાની સ્થિતિ જોવા મળતી નથી કેમકે સમાજિક સ્પર્ષ બાળકની વૈચારિકતાને પ્રવાહિત રાખે છે. પણ જો બાળક માત્ર શિક્ષણ પર જ આધારિત હોત તો શાળાના દુષ્પપ્રિણામો આપણને જોવા મળ્યા હોત. જ્યારે બાળકના આઉટપુટ પર ભાર દેવામાં આવે છે ત્યારે બાળકની વૈચારિકતા પ્રવાહિત બને છે. બાળકનું મસ્તિષ્ક પરિસ્થિતિ અનુસાર નિર્ણય કરવા સક્ષમ બને છે આમ તે યોગ્ય નિર્ણય કરતો થાય છે. બાળકને પોતાનો કોઇ મત હોય છે. તે જ્ઞાનને સારી રીતે સમજી શકે છે જ્ઞાન સમજાવાથી તેને યોગ્ય ઉદાહરણો પણ મળી આવે છે અને જ્ઞાન યાદ રહે છે. વૈચારિક પ્રવાહિતા બાળકમાં પ્રશ્ન ઉભા કરશે જ્ઞાનની લાલચા જગાવશે બાળક પ્રેરિત બનશે.  પ્રવાહિતાને પરિણામે બાળકમાં નેતૃત્વના ગુણો પણ વિકસે છે. અને આ બાબત પર વિશ્વાસ કરતા પહેલા બાળકની બુદ્ધિ શક્તિ નહીં પરંતુ બાળકની વૈચારિક શક્તિ મહત્વની છે તે માનવું પડશે.
શિક્ષક તરીકે મહત્વની ફરજ બને છે કે બાળક પ્રવાહિત બને નિર્ણયો જાતે કરતો થાય પરિસ્થિતિનો સામનો જાતે કરતો  થાય. જ્ઞાનને જાતે સમજતો થાય એવા પ્રયત્નો શિક્ષકે અવશ્ય કરવા જોઇએ.

No comments:

Post a Comment