આપણા શિક્ષણ તંત્રની બદહાલી હવે છૂપી નથી.ભણી રહેલા બાળકોના 57 ટકા બાળકો રોજગારી માટે યોગ્ય નથી એવુ સર્વેક્ષણો માને છે. શિક્ષણ અંતર્ગત લેવાતા નિર્ણયો લોકશાહી ઢબે લેવાતા નથી.આજનું શિક્ષણ રોજગારી આપવામાં ફેલ છે. આજનું શિક્ષણ બાળકના સર્વાંગી વિકાસ લાવવામાં નિષ્ફળ છે. શિક્ષણ જગતના શિક્ષકો આજની વર્તમાન પરિસ્થતિથી કંટાળેલા છે પર્સન વૉયસ ઑફ ટીચરના સર્વે મજુબ 70 ટકા શિક્ષકો એવુ માને છે કેે શિક્ષણના ઢાંચાને બદલવું જોઇએ. શિક્ષણ લગભગ બધી દિશામાં નિષ્ફળ છે. શિક્ષણને ચલાવનારા શિક્ષણ વિશે નિર્ણયો કરવા વાળા આજે ચિંતામાંહી મુકાયા છે. આપણો દેશ લોકશાહી હોવા છતા લોકશાહી ઢબે નિર્ણયો લેવાતા નથી. શિક્ષણ જગત પાસે શિક્ષણને યોગ્ય માર્ગદર્શન આપે તેવા અસંખ્ય શિક્ષકો હોવા છતા આજે શિક્ષણની બદહાલી કેમ ? કેમકે શિક્ષણ વિશેના મહત્ત્વના નિર્ણયો અમુક લોકો દ્વારા જ કરવામાં આવે છે. જે શિક્ષણ જગત સાથે નાતો રાખનાર શિક્ષકોને પૂછવાની તસ્દી પણ લેતા નથી. અમુક લોકો દ્વારા જ નિર્ણય લેવાતા હોવાથી શિક્ષણ જગતના નિર્ણયોમાં આત્મશ્લાઘા આવે છે.વાસ્તવમાં લોકશાહીમાં દરેકનો મત લેવો જોઇએ અને પછી એ મતની ચકાસણી થવી જોઇએ અને ત્યારબાદ વધુ યોગ્ય મતને અમલમાં મુકવો જોઇએ. જ્યારે શિક્ષણ જગતમાં લોકશાહીને મારી મચકોડી નાખવામાં આવી છે.
શિક્ષકોના મતો લેવામાં આવે વાલીના મતો લેવામાં આવે અને શિક્ષણ વિદોના મતો લેવામાં આવે અને એ બધા મતોની ચકાસણી કરી જે ઉત્તમ હોય તેને અમલમાં મુકવામાં આવે તો શિક્ષણને નવી દિશા મળી શકે તેમ છે.
એટલા મહત્વના નિર્ણયોતો શુ પણ શિક્ષક માત્ર નોકર બનીને ઊભો છે. સ્વતંત્ર શિક્ષકની પરિકલ્પના તો શાસ્ત્રોમાં રહી ગઈ. શાસ્ત્રોમાં શિક્ષક સ્વતંત્ર હતો. જ્યારે આજે શિક્ષક પરતંત્ર છે. મંદિરના ઘંટની જેમ ગમે તે આવી વગાડી જતો રહે છે. શિક્ષક પોતે અભ્યાસક્રમ બનાવી શકતો નથી. પોતે પાઠ્યક્રમ બનાવી શકતો નથી. પોતે શુ ભણાવવુ તે પણ ઉપરથી નક્કી થાય. પણ પરિણામ આવે એટલે બધા દોષનો ટોપલો શિક્ષક માથે. શિક્ષકના વિચારે કશુ થતુ નથી તો શિક્ષક પરિણામ માટે જવાબદાર કેમ ? પરિણામ માટે જવાબદાર તો શિક્ષણને ચલાવનાર કહેવાય. અને ચલાવનાર અમુક લોકો છે. જેને પરિણામેં પરિણામ બગડ્યું છે ત્યારે લોકશાહી રીત જ આપણને ઉપયોગી થઇ શકે છે.
શિક્ષણ એ આવનારી પેઢીનુ નિર્માણ કરે છે. ત્યારે એના માટે મળતો નાનો વિચાર પણ અમૂલ્ય બની શકે છે. હવે એ સમય આવી ગયો છે કે શિક્ષણના નિર્ણયો લોકશાહી ઢબે લેવાવા જોઇએ.
No comments:
Post a Comment