ગુણોત્સવના પરિણામો જોયા તો ખ્યાલ આવ્યો કે શિક્ષણમાં સમાનતા છે જ નહી. સમાન શિક્ષણની વાતો તો ઘણી કરવામાં આવી પરંતુ આજે પણ દરેક શાળાનો ગ્રેડ અલગ-અલગ જોવા મળે છે. એનો અર્થ એ થાય કે દરેક શાળામાં સમ પ્રમાણમાં શિક્ષણ મળતુ નથી. ઓ શાળાનો બાળક અલગ રીતે અભ્યાસ કરે છે તો બી શાળાનો વિદ્યાર્થી અલગ રીતે અભ્યાસ કરે છે અરે એટલું જ નહી વ્યવસ્થા પણ દરેક શાળામાં એક સમાન જોવા મળતી નથી. મને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે મારી શાળામાં મારી મિત્રની શાળા જેવુ કશુંય નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે એક તંત્ર નીચે ચાલતી દરેક શાળામાં એકસમાન સુવિધા તેમજ પદ્ધતિ કેમ નહીં ? શું દરેક બાળકને સમાન તક, સમાન વ્યવસ્થા મળવી આવશ્યક નથી ?
શિક્ષણ આજે આધાર વગર થવા પામ્યુ છે. એટલે જ આજે શિક્ષણ જગત સામે અસંખ્ય પ્રશ્નો ઊભા થાયાં છે. શિક્ષણમાં તંત્ર તો છે પણ તે તંત્ર બેઠેલું છે. બેઠાલા તંત્રને હવે ઊભા થવાનો સમય આવી ગયો છે. શિક્ષણની દરેક બાબતમાંં તંત્ર એટલે વ્યવસ્થાની ખૂૂબ તાતી જરૂર છે. શિક્ષણ જગતે હવે સમાનતા વિશે વિચારવું જ પડશે નહીતર આવતી પેઢીના પ્રશ્નોના જવાબ નહી આપી શકાય. અને હા એ વાત સાચી પણ છે કે દરેક બાળક ભલે તે ગ્રામ્ય વિસ્તારનો હોય તેને સમાન શિક્ષણ મળવું ખૂબ જરૂરી છે.
સમાન શિક્ષણ એટલે અહી એ અર્થ લેવાનો છે કે દરેક બાળક (દેશનો કોઈ પણ ખૂણાનો,એક ઉંમરનો,એક સરખા બુદ્ધિઆંકનો) એક પદ્ધતિથી, એકસરખી લાયકાત યુક્ત શિક્ષકોથી, એક અભ્યાસક્રમથી,,એકસરખી વ્યવસ્થાથી અપાતુ શિક્ષણ.
એટલેકે ઓ શાળાનો બાળક વિજ્ઞાનનો ત્રીજો પાઠ પ્રવૃત્તિ દ્વારા શિખતો હોય તો બી શાળાનો બાળક પણ એજ પાઠ એજ પદ્ધતિથી એજ ટીએલએમથી શીખતો હોવો જોઇએ. આ બાબત અમલ કરવી કઠિન હોઇ શકે પરંતુ દરેક બાળકને સમાન શિક્ષણ મળે એ એનાથી પણ વધુ આવશ્યક છે.
શિક્ષણને યોગ્ય વળાંકે વાળવું હોય તો એ જરૂરી છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા એક વ્યવસ્થાથી ચાલતી હોય. શિક્ષણને સ્વતંત્ર મુકી આપણે જોયુ કે એના પરીણામો આપણને મળ્યા નથી ત્યારે એ સમય આવી ગયો છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા હવે એક તંત્ર નીચે ચાલતી હોય
શિક્ષણને યોગ્ય વળાંકે વાળવું હોય તો એ જરૂરી છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા એક વ્યવસ્થાથી ચાલતી હોય. શિક્ષણને સ્વતંત્ર મુકી આપણે જોયુ કે એના પરીણામો આપણને મળ્યા નથી ત્યારે એ સમય આવી ગયો છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા હવે એક તંત્ર નીચે ચાલતી હોય
No comments:
Post a Comment