Saturday, 25 February 2017

નારાજગી તો કંઇક આવી પણ છે.

 આપણા શિક્ષણ તંત્રની બદહાલી હવે છૂપી નથી.ભણી રહેલા બાળકોના 57 ટકા બાળકો રોજગારી માટે યોગ્ય નથી એવુ સર્વેક્ષણો માને છે. શિક્ષણ અંતર્ગત  લેવાતા નિર્ણયો લોકશાહી ઢબે લેવાતા નથી.આજનું શિક્ષણ રોજગારી આપવામાં ફેલ છે. આજનું શિક્ષણ બાળકના સર્વાંગી વિકાસ લાવવામાં નિષ્ફળ છે. શિક્ષણ જગતના શિક્ષકો આજની વર્તમાન પરિસ્થતિથી કંટાળેલા છે પર્સન વૉયસ ઑફ ટીચરના સર્વે મજુબ 70 ટકા શિક્ષકો એવુ માને છે કેે શિક્ષણના ઢાંચાને બદલવું જોઇએ. શિક્ષણ લગભગ બધી દિશામાં નિષ્ફળ છે. શિક્ષણને ચલાવનારા શિક્ષણ વિશે નિર્ણયો કરવા વાળા આજે ચિંતામાંહી  મુકાયા છે. આપણો દેશ લોકશાહી હોવા છતા લોકશાહી ઢબે નિર્ણયો લેવાતા નથી.  શિક્ષણ જગત પાસે શિક્ષણને યોગ્ય માર્ગદર્શન આપે તેવા અસંખ્ય શિક્ષકો હોવા છતા આજે શિક્ષણની બદહાલી કેમ ? કેમકે શિક્ષણ વિશેના મહત્ત્વના નિર્ણયો અમુક લોકો દ્વારા જ કરવામાં આવે છે. જે શિક્ષણ જગત સાથે નાતો રાખનાર શિક્ષકોને પૂછવાની તસ્દી પણ લેતા નથી. અમુક લોકો દ્વારા જ નિર્ણય લેવાતા હોવાથી શિક્ષણ જગતના નિર્ણયોમાં આત્મશ્લાઘા આવે છે.વાસ્તવમાં લોકશાહીમાં દરેકનો મત લેવો જોઇએ અને પછી એ મતની ચકાસણી થવી જોઇએ અને ત્યારબાદ વધુ યોગ્ય મતને અમલમાં મુકવો જોઇએ. જ્યારે શિક્ષણ  જગતમાં લોકશાહીને મારી મચકોડી નાખવામાં આવી છે.
શિક્ષકોના મતો લેવામાં આવે વાલીના મતો લેવામાં આવે અને શિક્ષણ વિદોના મતો લેવામાં આવે અને એ બધા મતોની ચકાસણી કરી જે ઉત્તમ હોય તેને અમલમાં મુકવામાં આવે તો શિક્ષણને નવી દિશા મળી શકે તેમ છે.   
                  એટલા મહત્વના નિર્ણયોતો શુ પણ શિક્ષક માત્ર નોકર બનીને ઊભો છે. સ્વતંત્ર શિક્ષકની પરિકલ્પના તો શાસ્ત્રોમાં રહી ગઈ. શાસ્ત્રોમાં શિક્ષક સ્વતંત્ર હતો. જ્યારે આજે શિક્ષક પરતંત્ર છે. મંદિરના ઘંટની જેમ ગમે તે આવી વગાડી જતો રહે છે. શિક્ષક પોતે અભ્યાસક્રમ બનાવી શકતો નથી. પોતે પાઠ્યક્રમ બનાવી શકતો નથી. પોતે શુ ભણાવવુ તે પણ ઉપરથી નક્કી થાય. પણ પરિણામ આવે એટલે બધા દોષનો ટોપલો શિક્ષક માથે. શિક્ષકના વિચારે કશુ થતુ નથી તો શિક્ષક પરિણામ માટે જવાબદાર કેમ ? પરિણામ માટે જવાબદાર તો શિક્ષણને ચલાવનાર કહેવાય. અને ચલાવનાર અમુક લોકો છે. જેને પરિણામેં  પરિણામ બગડ્યું છે ત્યારે લોકશાહી રીત જ આપણને ઉપયોગી થઇ શકે છે.

                         શિક્ષણ એ આવનારી પેઢીનુ નિર્માણ કરે છે. ત્યારે એના માટે મળતો નાનો વિચાર પણ અમૂલ્ય બની શકે છે. હવે એ સમય આવી ગયો છે કે શિક્ષણના નિર્ણયો લોકશાહી ઢબે લેવાવા જોઇએ.

Friday, 24 February 2017

તંત્ર આધારિત શિક્ષણ

                 ગુણોત્સવના પરિણામો જોયા તો ખ્યાલ આવ્યો કે શિક્ષણમાં સમાનતા છે જ નહી. સમાન શિક્ષણની વાતો તો ઘણી કરવામાં આવી પરંતુ આજે પણ દરેક શાળાનો ગ્રેડ અલગ-અલગ જોવા મળે છે. એનો અર્થ એ થાય કે દરેક શાળામાં સમ પ્રમાણમાં શિક્ષણ મળતુ નથી. ઓ શાળાનો બાળક અલગ રીતે અભ્યાસ કરે છે તો બી શાળાનો વિદ્યાર્થી અલગ રીતે અભ્યાસ કરે છે અરે એટલું જ નહી વ્યવસ્થા પણ દરેક શાળામાં એક સમાન જોવા મળતી નથી. મને એક વિદ્યાર્થીએ પૂછ્યું કે મારી શાળામાં મારી મિત્રની શાળા જેવુ કશુંય નથી. ત્યારે પ્રશ્ન એ થાય કે એક તંત્ર નીચે ચાલતી દરેક શાળામાં એકસમાન સુવિધા તેમજ પદ્ધતિ કેમ નહીં ? શું દરેક બાળકને સમાન તક, સમાન વ્યવસ્થા મળવી આવશ્યક નથી ? 
                         શિક્ષણ આજે આધાર વગર થવા પામ્યુ છે. એટલે જ આજે શિક્ષણ જગત સામે અસંખ્ય પ્રશ્નો ઊભા થાયાં છે. શિક્ષણમાં તંત્ર તો છે પણ તે તંત્ર બેઠેલું છે. બેઠાલા તંત્રને હવે ઊભા થવાનો સમય આવી ગયો છે. શિક્ષણની દરેક બાબતમાંં તંત્ર એટલે વ્યવસ્થાની ખૂૂબ તાતી જરૂર છે. શિક્ષણ જગતે હવે સમાનતા વિશે વિચારવું જ પડશે નહીતર આવતી પેઢીના પ્રશ્નોના જવાબ નહી આપી શકાય. અને હા એ વાત સાચી પણ છે કે દરેક બાળક ભલે તે ગ્રામ્ય વિસ્તારનો હોય તેને સમાન શિક્ષણ મળવું ખૂબ  જરૂરી છે.
                        સમાન શિક્ષણ એટલે અહી એ અર્થ લેવાનો છે કે દરેક બાળક (દેશનો કોઈ પણ ખૂણાનો,એક ઉંમરનો,એક સરખા બુદ્ધિઆંકનો) એક પદ્ધતિથી, એકસરખી લાયકાત યુક્ત શિક્ષકોથી, એક અભ્યાસક્રમથી,,એકસરખી વ્યવસ્થાથી અપાતુ શિક્ષણ.
                        એટલેકે ઓ શાળાનો બાળક વિજ્ઞાનનો ત્રીજો પાઠ પ્રવૃત્તિ દ્વારા શિખતો હોય તો બી શાળાનો બાળક પણ એજ પાઠ એજ પદ્ધતિથી એજ ટીએલએમથી શીખતો હોવો જોઇએ. આ બાબત અમલ કરવી કઠિન હોઇ શકે પરંતુ દરેક બાળકને સમાન શિક્ષણ મળે એ એનાથી પણ વધુ આવશ્યક છે.
                            શિક્ષણને યોગ્ય વળાંકે વાળવું હોય તો એ જરૂરી છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા એક વ્યવસ્થાથી ચાલતી હોય. શિક્ષણને સ્વતંત્ર મુકી આપણે જોયુ કે એના પરીણામો આપણને મળ્યા નથી ત્યારે એ સમય આવી ગયો છે કે શિક્ષણની પૂરી પ્રક્રિયા હવે એક તંત્ર નીચે ચાલતી હોય
                        

Saturday, 11 February 2017

શિક્ષણ -સુપર શક્તિઓનું પ્રગટીકરણ

શિક્ષણ: સુપર શક્તિઓનું પ્રગટીકરણ
અનિલ પરમાર
શિક્ષક શ્રી કુંભણ કન્યા પ્રા.શાળા, તા-પાલીતાણા, જી-ભાવનગર
પીએચ.ડી. સ્ટુડન્ટ ગૂજરાત વિદ્યાપીઠ







      ખેડાયેલું પણ અધુરું શાસ્ત્ર એટલે શિક્ષણશાસ્ત્ર. શિક્ષણને પરિભાષિત કરવાના અથગ પ્રયત્નો થયાં છે. વુટન નામના અર્થશાસ્ત્રીએ કહ્યું છે કે જ્યા છ અર્થશાસ્ત્રીઓ ભેગા થાય છે. ત્યા સાત અભિપ્રાયો ઉચ્ચારાય છે. એવું જ કઇંક શિક્ષણનું છે. શિક્ષણ વિશેના થોડાક વિચારો જોઇએ.
મુનુષ્યની અંદર રહેલી શક્તિઓને બહાર ખેંચી લાવે તે કેળવણી
                                                     -સર પર્સીનન
માનવની શક્તિઓનો નૈસર્ગિક, સુસંવાદી અને પ્રાગતિક વિકાસ એટલે કેળવણી
                                           -પેસ્ટોલૉજી
કેળવણી એટલે બાળક અને પુરુષના શરીર, મન અને આત્માના ઉત્તમાંશોનું આવિષ્કરણ
                                                -ગાંધીજી
માનવીની સંપૂર્ણ વ્યક્તિમત્તાનું પ્રાગટીકરણ એટલે કેળવણી
                                                    -વિવેકાનંદ
વિકાસોન્મુખ આત્માની અંતર્ગત શક્તિઓ દ્વારા પૂર્ણતાની પ્રાપ્તિ એટલે કેળવણી
                                             -અરવિંદઘોષ
સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મનનુ નિર્માણ એટલે કેળવણી, સાચી કેળવણી સત્યમ્, શિવમ્ અને સુંદરમ્ પ્રતિ ગતિ કરવા પ્રેરે છે.
                                              -એરિસ્ટોટલ
બાળકના અન્તર્નિહિતને બહિર્ગત કરે તે પ્રક્રિયા એટલે કેળણી
                                                -ફ્રૉબેલ
કેળવણી એટલે વ્યક્તિની શક્તિઓનો એવો વિકાસ કે જેના દ્વારા તે પર્યાવરણને નિયંત્રિત કરી પોતાની શક્યતોને ચરતાર્થ કરી શકે
-                           - જ્હૉન
      ઉપરોકત શિક્ષણ વિચારોમાં નીચે રેખા કરેલા વાક્યો જુઓ અંદર રહેલી’,  ‘માનવીની શક્તિઓ’, ઉત્તમાંશોનું આવિષ્કરણ’, સંપૂર્ણ વ્યક્તિમતાનું પ્રગટીકરણ, અંતર્ગતશક્તિઓ, સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન’,  ‘અન્તર્નિહિતને બહિર્ગત કરવું, વ્યક્તિઓની શક્તિઓનો વિકાસ એક સૂત્રતા એ છે કે દરેક વિચારક એ બાબત પર વધું ભારણ આપે છે કે અન્તર્નિહિત શક્તિઓને બહાર લાવવી. એટલે કે શિક્ષણનો એ અર્થ મળે છે કે મનુષ્ય કે બાળકમાં રહેલી અન્તર્નિહિત નૈસર્ગિક શક્તિઓનું પ્રાગટીકરણ. અહીં નૈસર્ગિક શબ્દ એ સૂચક  છે - કુદરતી શક્તિઓ. એટલે કે  તે બાબત માનવીય  શક્તિઓ નથી તે માનવ દ્વારા નિર્મિત શક્તિઓની વાત પણ નથી. નવ જન્મેલ બાળકમાં નૈસર્ગિક શક્તિઓ રૂપે માનસિક શક્તિઓ અને બીજુ શારીરિક શક્તિઓ નિહિતાર્થ હોય છે તેવું મનોવિજ્ઞાનિકોનું માનવું છે. એટલે તો કદાચ એરિસ્ટોટલે સ્વસ્થ શરીરમાં સ્વસ્થ


મનની વાત કરી છે. માહિતી તેમજ સામાજિક જ્ઞાનના સંદર્ભે  મનોવિજ્ઞાન કહે છે બાળક કોરી પાટી સમાન હોય છે એટલે કે એનો અર્થ એ થાય કે આપણે બાળકની શારીરિક તેમજ માનસિક શક્તિઓનો વિકાસ કરવો એ બાબત શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય બની રહે છે. પ્રમાણિત છે કે બાળક નિશ્ચિત ક્ષમતાઓ સાથે જગત પર અવતરે છે. ઉપરોકત વિચારોંમાં એ જ ક્ષમતાના વિકાસની બાબત સમાહિત હોય એવો અંગુલી નિર્દેશ પ્રાપ્ત થાય છે.
      આમ, દૃષ્ટિગત થાય છે કે, બાળકની અંદર રહેલી ક્ષમતાનો વિકાસ કરી તેને બહાર લાવવાની પ્રક્રિયા એટલે શિક્ષણ. બાળકની શારીરિક તેમજ માનસિક શક્તિઓનો વિકાસ કરવો એટલે શિક્ષણ. ક્ષમતા જાગ્રત થઇ નથી તેવો વ્યક્તિ બંધ એન્જિનની ગાડી સમાન છે. પછી એ ગાડીને ચલાવનાર કેટલો હોશિયાર કેમ ન હોય તે ચલાવી શકતો નથી. તેમાં માહિતી રૂપી પેટ્રોલ વધારેમાં વધારે પૂરો છતા તે ગાડી ચાલવાની નથી. અહીં જરૂર છે એન્જિનની ક્ષમતાઓને જાગ્રત કરવાની. શિક્ષણમાં પણ કંઇક આવું જ છે. બાળકની પાસે ક્ષમતા જ ન હોય તો તે શીખી શકવાનો નથી. ત્યારે કહેવાય કે ભેંસ આગળ ભાગવત નકામી. એટલે કે મૂઢ વ્યક્તિ પાસે કેટલુંય જ્ઞાન પીરસો તે નકામું જાય છે. જે બાળક પાસે દોડવાની ક્ષમતા જ નથી તેને કોઈ પણ પદ્ધતિથી કે પછી કોઈ પણ અધ્યાપક દ્વારા શિક્ષણકાર્ય કરાવવામાં આવે તે દોડમાં પ્રવીણ બનવાનો જ નથી. જે બાળકની માનસિક શક્તિઓનો વિકાસ થયો નથી. તેને પણ શીખવી શકાતું નથી. અહીં જરૂર છે બાળકની દોડવાની ક્ષમતામાં વૃદ્ધિની, બાળકની માનસિક ક્ષમતાની વૃદ્ધિની.
      વર્ગના ત્રીસ બાળકોમાંથી ક્યા અને કેટલા બાળકો આગળ અભ્યાસ કરી સમાજ ઉપયોગી બને છે    એવા બાળકો કે જેની પાસે ક્ષમતા છે. આ સમાજનો વિકાસ એ વ્યક્તિઓએ કર્યો છે જે ક્ષમતાયુક્ત હતા. આપણે  ઇતિહાસમાં ઝાંકીએ તો ખ્યાલ આવશે કે સમ્રાટ અકબર શાળા શિક્ષણ પ્રાપ્ત કર્યું જ નહોતું તે સારા શાસક બન્યા  તે  માત્ર તેમની ક્ષમતાઓને પરીણામે. ડૉ.બાબાસાહેબ આંબેડકર શ્રેષ્ઠ બન્યા એ પણ પોતાની ક્ષમતાઓને પરીણામેં. ગુરૂ દ્રોણે તો સમાન શિક્ષણ આપ્યું છતા શ્રેષ્ઠ બાણાવળી તો અર્જુન બન્યો તે પણ તેની ક્ષમતાને પરીણામેં અને એકલવ્ય દ્રોણની સહાય વિના જ શ્રેષ્ઠ બન્યો તે પણ તેની ક્ષમતાને પરીણામેં એટલે કુદરતી ક્ષમતાઓ જેની જાગ્રત હતી તે જ આગળ આવ્યા અને જેની પાસે ક્ષમતાઓ નહોતી તે ત્યાના ત્યાં જ રહ્યા. જ્યારે સાર્વત્રિક શિક્ષણની વાત હોય ત્યારે એ પણ જોવું રહ્યુ કે દરેકનું પરીણામ સમાન રહે. સમાજના પાંચ ક્ષમતાશીલના વિકાસથી સમાજ કે દેશ આગળ આવતો નથી. અહીંતો વર્ગના તમામના વિકાસની વાત છે અને તે ત્યારે જ શક્ય બને જો દરેકની ક્ષમતાને વિકસિત કરવામાં આવે .
      ક્ષમતા વિકાસ પર કુદરત પણ મહત્વ આપે છે. કુદરતમાં એ જ સમાનુકૂલન સાધી શકે છે જે ક્ષમતાયુક્ત છે. ડાર્વિન પોતાના ઉત્ક્રાંતિવાદમાં જણાવે છે નબળા પર સબળાનું રાજ રહે છે. કુદરતના દરેક સજીવ તત્વોમાં સમયાંતરે ક્ષમતા વિકાસ જોવા મળે છે. વાનરમાંથી માનવીનું સર્જન પણ એ સિદ્ધ જ કરે છે કે કુદરત ક્ષમતા વિકાસમાં માને છે. પ્રાણીઓમાં પણ ક્ષમતાયુક્ત પ્રાણી રાજ કરે છે. માદા પ્રાણી તે નર સાથે જ શયન કરે છે જે નર ક્ષમતાયુક્ત હોય. વૈજ્ઞાનિકો કહે છે કે માદા એટલે એવું કરે છે કે તેનો આવનાર વંશ ક્ષમતાઓ સાથે જન્મ ધારણ કરે. પણ એકુદરતની એ પ્રક્રિયા ધીમી છે.
      વૈજ્ઞાનિકોનું માનવું છે કે માનવીય જનેટિક ગુણો પણ ક્ષમતાને વધારે મહત્વ આપે છે. સમાજમાં નેતા તરીકે ક્ષમતાયુક્ત વ્યક્તિ જ પસંદ થાય છે. આપણી લોકકથાઓ, આપણી લોકવાર્તાઓના પાત્રો ક્ષમતાયુક્ત બતાવવામાં આવ્યાં છે. આપણે દેવો તરીકે એને જ પસંદ કરીએ છીએ જેની પાસે ક્ષમતાઓ છે અહી મૂલ્ય જોતા નથી માત્ર ક્ષમતાને જ ધ્યાનમાં રાખીએ છીએ. આપણે પ્રેરણા પણ એવા પત્રોમાંથી જ લઇએ છીએ જે ક્ષમતાયુક્ત હોય. જનેટિક ગુણ છે એટલે તો આપણને ફિલ્મમાં હિરો વધારે પસંદ આવે છે. શક્તિમાન, બેટમેન, છોટાભીમ વગેરે પાત્રો આધારિત કહાનીઓ ખૂબ જ લોકપ્રિયતા પ્રાપ્ત કરી. એટલું જ નહીં રાષ્ટ્રોંના રાષ્ટ્રીયચિહ્નો તરીકે બાઝ, વાઘ, ચિત્તો, સિહ વગેરે હિંસક પ્રાણીઓ જ પસંદ કરાયા છે. માનવીય એ સાહજિક ગુણ છે કે તેથી તો તેને સુપરહ્યુમન ધરાવતા ફિલ્મોં, કાર્યક્રમો, લોકો વગેરે વધારે પસંદ પડતા હોય છે. એટલે તો માનવી પરમાણું શસ્ત્રો તૈયાર કરવામાં પોતાને શ્રેષ્ઠ બનાવવાનો પ્રયાસ કરે છે.વ્યક્તિના મનની અથગ ઇચ્છા એ હોય છે કે પોતે એક સુપરહ્યુમન જેવી શક્તિઓ પ્રાપ્ત કરે. વ્યકિતની આંતરિક ઇચ્છાથી આપણે કહી શકીએ કે ક્ષમતાવિકાસ  એ આપણો જનેટિક ગુણ છે.એટલે કે ક્ષમતા વિકાસ એ માનવીય પ્રકૃતિ છે.ત્યારે શિક્ષણ કાર્ય પણ એ જ દિશામાં હોય તો સોનામાં સુગંધ ભળે.
      આપણામાં રહેલું જનેટિક તત્વ આપણને ક્ષમતાઓ તરફ આકર્ષે છે. આપણો મૂળ સ્વભાવ બને છે. અને આથી જ કદાચ ઉપરોક્ત વિચારકોએ, કેળવણીકારોંએ બાળકમાં અન્તર્નિહિત નૈસર્ગિક ઉત્તમાંશોના પ્રગટીકરણને કેળવણી નામ આપ્યું હશે.
v  માનવીય અન્તર્નિહિત ક્ષમતાઓ : શું આ ક્ષમતામાં વૃદ્ધિ શક્ય બને ખરી ?
      જ્યારે શિક્ષણ સાથે મનોવિજ્ઞાન જોડાયુ ત્યારે તેનું એક કાર્ય એ પણ છે કે શિક્ષણ અંતર્ગત નિશ્ચિત ધ્યેયો પૂરા કરી શકાય તેવા તો છે ને કે પછી તે ખયાલી પુલાવ સમાન છે ઘણી વાર એવા ઉદ્દેશ્યો નિશ્ચિત થતા હોય જે વાતમાં સારા લાગે પણ ક્યારે તે પુરા કરી શકાતા ન હોય. અત્યાર સુધી એમ મનાતુ આવ્યું છે કે આ ક્ષમતાઓનો વિકાસ સંભવ છે પણ વૃદ્ધિ નહીં. આથી શિક્ષણ પ્રણાલીમાં ક્ષમતા વિકાસને સ્થાન ઓછુ મળતુ અને મૂલ્ય તેમજ માહિતી પ્રાપ્તિને વધારે સ્થાન અપાયું. પરન્તુ વર્તમાન સંશોધનો તેમજ ઉદાહરણો આપણને બતાવે છે કે ક્ષમતા વિકાસ એ ખયાલી પુલાવ બાબત નથી પરન્તુ વાસ્તવિક રીતે તે સિદ્ધ કરી શકાય છે, આપણી પ્રાચીન પ્રણાલી માનસિક તેમજ શારીરિક ક્ષમતા પર ભાર મુકતી હતી. એટલે તો આપણને પ્રાચીન ગુરૂપ્રાણાલી શિક્ષા વધારે મોહિત કરે છે. પરન્તું તે શિક્ષા સિમિત હતી. ત્યારે માનસિક વિકાસ માટે માત્ર યોગને તેમજ શારીરિક વિકાસને તાલીમ આપી વિકસાવવામાં આવ્યુ હતું. શિક્ષણમાં માટે એટલે તો આપણો ઝુકાવ તાલીમ અથવા કેળવણી એવા શબ્દોં પર આવી અટકી જાય છે.અત્યાર સુધી ચાલતી શિક્ષણ પ્રણાલી એ ડેલ કાર્નિંગીના 4Pજેવી પ્રક્રિયા હતી. જેમાં પ્લાન, પ્રિપેર, પ્રેક્ટિસ અને પ્રેઝેન્ટેશન ના પગલે ચાલતી શિક્ષણ પ્રક્રિયા પર આપણે વધારે મહત્વ આપ્યું કેમકે આપણે એ વાતથી અજાણ હતા કે ક્ષમતાઓની વૃદ્ધિ પણ શક્ય બને છે.પ્રાચીન કેળવણી ઉપરોકત્ ચાર પી પર ચાલનારી પ્રક્રિયા હતી. કેમકે તેનાથી માનવીની ક્ષમતાઓ કેળવી શકાય છે.પણ ધીરે-ધીરે આપણા શિક્ષણમાંથી ક્ષમતાને કેળવવાની બાબત ગૌણ થતી ગઇ અને માહિતીના જથ્થાએ સામ્રાજ્ય સ્થાપિત કરતા, વ્યક્તિના ક્ષમતા વિકાસની બાબત ગૌણ બની. પરંન્તુ આપણું મન તો હંમેશા એજ કહેતું આવ્યું કે આ શિક્ષણ પ્રણાલીમાં ખામી છે. અને જવાબના રૂપમાં આપણે પ્રાચીન પરંમ્પરાની પ્રણાલી બતાવતા..
      આજે વિજ્ઞાનની પ્રગતિ અને સંશોધનો કહે છે કે માનવીય અન્તર્નિહત ક્ષમતાની વૃદ્ધિ તેમજ વિકાસ સંભવ છે. આપણે આપણા ઇતિહાસમાં ડોકિયું કરીએ તો માનવીના ક્ષમતા વિકાસની એક સમયરેખા મળી આવે. વાનરમાંથી આદિમાનવ, અને એ આદિમાનવ પાસે કેટલી ક્ષમતા એનાથી વર્તમાન માનવી પાસે ખૂબ જ વધારે ક્ષમતાઓ છે. આદિમાનવમાં પરિવર્તનો આવતા-આવતા આજનો આ આધુનિક માનવનું નિર્માણ સંભવ બન્યું છે. એટલે કે વાત સિદ્ધ થાય કે માનવીય ક્ષમતાનો વિકાસ સંભવ છે.એક સર્વે અનુસાર દર દસ વર્ષે માનવીય સરેરાશ બુદ્ધિ 30 પ્રતિશત વધારો થાય છે. આજનો નવજાત શીશુ પણ ફોન તુરન્ત શીખી જાય છે.
      સ્ટેન્લી કે જેણે સ્પાઈડર મેન,સુપરમેન વગેરે જેવી રોચક વાર્તાઓની રચના કરી છે. તેને વિચાર આવ્યો કે શુ કાલ્પનિક પાત્રો સમાન સુપરશક્તિઓ ધરાવતા લોકો આ વિશ્વમાં છે ? તેણે શોધખોળ આરંભી અને તેના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેને એવી સુપરશક્તિઓ ધરાવતા અનગિનત લોકો પ્રાપ્ત થયા. તેમાંના દરેકને જન્મજાત શક્તિઓ નહોતી પરન્તુ તેમણે તે શક્તિઓ પોતાને સ્વબળે વિકસાવી હતી. અને આ બાબત સિદ્ધ કરે છે કે સુપરશક્તિઓ પણ વિકસાવી શકાય છે.
            જૈસન પૈજેટ કે જે રાતોરાત ગણિત વિશેષજ્ઞ બની ગયો. એક સમયે તેને કૉલેજમાથી બાતલ કરવામાં આવ્યો હતો એ જૈસન રાતો-રાત ગણિત વિશેષજ્ઞ કેવી રીતે બની શકે તેની પાછળની કહાની એવી છે કે તેના માથા પર લુંટારુઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. ને ત્યારથી તેની જિંદગી બદલાઈ ગઇ. તેની માથામાં સર્જરી કરવામાં આવી હતી.ત્યાર બાદ તેનો જીવન પ્રત્યેનો દૃષ્ટિકોણ બદલાઈ ગયો. તેને ગણિત,સંગીત તેમજ ચિત્ર સાથે પ્રેમ થઇ ગયો.તેને દરેક બાબતમાં ભૌમિતિક રચનાઓ જ દેખાવા લાગી જેને તેણે ચિત્રિત કરી અને તે ગણિત વિશેષજ્ઞ બની ગયો. ફિનલૈન્ડના ડૉ.બૉગાર્ડે જ્યારે તેમનું એમ.આર.આઈ. મશીનથી જાંચ કરી અને ખ્યાલ આવ્યો કે તેના મગજનો ડાબો ભાગ ખૂબ સક્રિય થઇ ગયો છે અને તે ડૉ. બૉગાર્ડ કહે છે આ એક સિન્ડ્રોમ છે આવા વિશ્વમાં કુલ 40 કિસ્સાઓ જોવા મળ્યા છે. જૈસેન પૈજેટ પોતે કહે છે.મારું માનવું છે કે દરેકમાં એક જિનિયસ હોય છે.શક્તિઓ આપણી અંદર જ છે. (m.aajtak.in/story.jspsid=761841 31 aug 2015)
                ડૉ.સ્નેહ દેસાઈ દૃઢ પણે માને છે કે માનવીની અન્તર્નિહિત શક્તિઓને જાગૃત કરવામાં આવે તો માણસ અશક્ય કાર્યને પણ કરી શકે છે.તેમણે વિવિધ તાલીમો દ્વારા તેમજ પ્રયોગો દ્વારા તે સિદ્ધ કરી બતાવ્યું છે.
      આમ,આપણે કહી શકીએ કે માનવીય અન્તર્નિહિત ક્ષમતાઓનો વિકાસ સંભવ છે.
v  ક્ષમતા શિક્ષણ અંતર્ગત ફલિતાર્થો
1.       યોગ અને પ્રાણાયામ તેમજ ધ્યાન જેવી પ્રક્રિયાને શિક્ષણમાં મહત્વ આપવામાં આવે. યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનની શક્તિઓથી કોણ અજાણ હોઈ શેક ? યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાન જેવી ક્રિયા કરવાથી માનસિક તેમજ શારીરિક વિકાસ સંભવ બને છે. આથી તો આપણી ગુરૂ પ્રણાલીમાં તેને મહત્વ અપાયું છે. વિવિધ વિચારકોએ યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનને અસરકારક ગણ્યું છે. યોગથી મન શાંત બને છે. આમ, આપણે આપણી શિક્ષણ પ્રણાલીમાં યોગ, પ્રાણાયામ તેમજ ધ્યાનને જેવી વિપસ્યાનામાં સહાયક બાબતોને શિક્ષણમાં લઇ શકાય.
2.       અર્ધજાગ્રત મનનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિનું આયોજન કરી શકાય. મનોવિજ્ઞન કહે છે કે અર્ધ જાગૃતમન પાસે અસીમિત શક્તિઓ હોય છે જેને જાગ્રત કરવાથી માનવી એક સુપરહ્યુમન બની જાય છે. વર્તમાન સમયમાં માઈન્ડવર્કશોપોની માંગ એના પરિણામો બતાવે છે. જો તેને શિક્ષણમાં અમલીકરણ બનાવાય  તો અંતર્નિહિત શક્તિઓનો વિકાસ સંભવ બને છે.
3.       આકર્ષણના સિદ્ધાંતનું જ્ઞાન રેન્ડાબૉર્ને આ સિદ્ધાંતની વાત THE SECRETE પુસ્તકમાં વાત કરી છે. જેના વિચારોં અનુસાર વ્યક્તિના વિચારોંમાં અદ્બૂત શક્તિઓ હોય છે. તેને જાગ્રત કરવાથી ધાર્યા પરીણામો પ્રાપ્ત કરી શકાય છે.તેમનું કહેવું છે કે કુદરત એક અલ્લાદીનના જીનની જેમ છે જે એટલું કહે છે કે તમારી ઈચ્છા જ મારો હુકમ છે.આ સિદ્ધાંત દ્વારા બાળકની શિક્ષણ પ્રિક્રિયા થાય તો બાળકની અન્તર્નિહિત શક્તિઓનો વિકાસ સંભવ બને છે.
4.       સ્વસ્થ તનમાં જ સ્વસ્થ મન નિવાસ કરે છે એટલે અધ્યેતાના સ્વાસ્થ્યની જાળવણી રાખવી.
5.       શાળાનું વાતાવરણ હકારાત્મક બનાવીએ.
6.       તાલીમ આપી શારીરિક સજ્જતા કેળવીએ.
7.       સતત અભ્યાસ અને મહાવરાને સ્થાન આપીએ.
      વર્તમાન શિક્ષણની મુખ્ય સમસ્યા તો એ છે કે એનું કોઈ નિશ્ચિત ધ્યેય નથી. જેનું ધ્યેય નિશ્ચિત ન હોય તેમાં સફળતા મળવી અસંભવ છે. આપણી શિક્ષણ પ્રણાલી દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્તિ, ઉત્પાદકતા, આત્મસાક્ષરતા, ચારિત્ર્ય વિકાસ, શારીરિક વિકાસ, આધ્યાત્મિક વિકાસ, પૂર્ણ જીવન, સર્વાંગી શિક્ષણ,સામાજિક પરિવર્તન, આર્થિક વિકાસ,નાગરિકતા, રાષ્ટ્રીયવિકાસ, આંતર્રાષ્ટ્રીયતા વગેરે ધ્યેયો સાથે કામ કરીએ છીએ. ત્યારે ક્ષમતા વિકાસ એટલે સુપરશક્તિઓના વિકાસ દ્વારા જ આ ધ્યેયો પૂર્ણ કરી શકાશે અને ત્યારે જ શિક્ષણની ઉપરોક્ત પરિભાષઓને સાર્થકતા મળશે ક્ષમતા વિકાસને જો મહત્તા આપી આપણે આપણી શિક્ષણ પ્રણાલીને ઝંપલાવીએ તો સાચી દિશા તરફનું શિક્ષણ ગણી શકાય.શિક્ષણમાં વિવિધ સંશોધનો કરવામાં આવે અને ક્ષમતા વિકાસની નવી-નવી પદ્ધતિઓ વિકસિત કરવામાં આવે તો સમાજ ક્ષમતાઓથી ભરાયેલો હશે અને ત્યારે શિક્ષણ પણ સરળ બનશે.જો ઉપોરોકત્ વિચારો પ્રમાણે શિક્ષણને ગતિ મળે તો શિક્ષણ માટે ઉજળી તકો છે.


.