વાલી મિટિંગ નહીં પણ ગુડ પેરેન્ટિંગ મિટિંગ
શ્યામ માનવ જ્યારે ગુડ પેરેન્ટિંગ વિશે
સમજાવતા હતા ત્યારે પ્રશ્ન ચર્ચામાં તેમને કોઇ પૂછે છે કે બાળક ખરાબ નથી પરંતુ માત-પિતા નાદાન છે સાચી વાત
છે ? અને શ્યામ માનવ તેની વાતમાં હા કહે છે તે જણાવે
છે બાળકના જન્મની સાથે માત્ર બાળકનો જ જન્મ નથી થતો પરંતુ તેની સાથે માતાનો અને
પિતાનો પણ જન્મ થાય છે. બંનેએ એ બાળકની સાથે સાથે ઘણુ શિખવાનું હોય છે.
આપણા સમાજમાં માતા પર બધી જવાબદારી નાંખી
દેવામાં આવે છે ને પિતા માત્ર આર્થિક સહકાર આપે છે. અંધશ્રદ્ધા અને શંકા કુશંકાના
વાતાવરણના કારણે માત-પિતાની પેરેન્ટિંગમાં કોઇ હસ્તક્ષેપ કરતું નથી. અને જો કોઇ
ભૂલથી હસ્તક્ષેપ કરે તો સંભળાવી દે કે અમને રાખતા આવડે છે.
માતા કે પિતા પોતાના બાળકનો ઉછેર કેવી રીતે
કરવો તે તો એ સમાજમાંથી શીખે છે એની આસપાસના વાતાવરણમાંથી શીખે છે. આસપાસના
વાતાવરણમાંથી એને જે પસંદ પડે છે તે પ્રમાણે પોતાના બાળકનો ઉછેર કરે છે. પોતાની
માન્યતા કેવી છે તે પ્રમાણે તો પોતાના બાળકોનો ઉછેર કરે છે. અને માન્યતોઓ સાચી
દિશામાં પણ હોઇ શકે અને ખોટી દિશામાં પણ હોઇ શકે છે. એટલેકે બાળકનો ઉછેર ખોટી રીતે પણ થઇ શકે અને
સાચી રીતે પણ થઇ શકે એ બંનેની સંભાવના સમાન છે.
શ્યામ માનવ જણાવે છે કે જે માત-પિતા
પેરેન્ટિંગ વિશે શિખ્યા વિના બાળકનો ઉછેર કરે છે તેમણે માત-પિતા બનવાનો કોઇ અધિકાર
નથી. માતા અને પિતા બંનેએ બાળકના ઉછેરની વૈજ્ઞાનિક પદ્ધતિ શીખવી જોઇએ. શ્યામ માનવ પોતાની વાતમાં અમેરિકન વૈજ્ઞાનિકની વાત કહે છે કે તે કહે છે કે એમણે જ માત-પિતા બનવું જોઇએ કે જે બાળકના ઉછેર વિશે સજગ હોય અને વૈજ્ઞાનિક પદ્ધતિ જાણતા હોય. જે ગુડ
પરેન્ટિંગ જાણતા નથી તેમણે બાળકને જન્મ આપવો ન જોઇએ અને તેમણે આ પ્રકારો
કાયદો બને તેવા પ્રયત્નો પણ કર્યા.
પરંતુ આપણી વાસ્તવિકા કઈક અલગ છે. માત-પિતા
તૈયાર નથી બાળક કરો એટલે આપોઆપ સુધરી જશે. છોકરાને માનસિક બિમારી છે. લગન કરી દો
હજી માનસિક બિમારી છે. છોકરા કરી નાંખો એટલે બધુ ઠિક જે માત-પિતા પોતાને સંભાળી
શકતા નથી તે પોતાના બાળકને કેવી રીતે સંભાળી શકે ? એ વાત જ સમજાતી નથી. એક તો માનસિક બિમાર છે શુ
આપણે હવે બીજો માનસિક બિમાર પેદા કરવો છે. આ વાત ખરેખર ઠપકાપાત્ર છે.
જો કે
આપણો સમાજ એ જ પ્રકારનો છે એટલે આપણને તે કોઠે પડી ગયું છે. છોકરાઓ તો મોટા
થઇ જાય. બધાના થયા છે મારો પણ થઈ જાશે અને આવા કઈંક બહાના બતાવી માત-પિતા છટકવાનો પ્રયાસ કરે છે.
ઉપરાંત બીજો એક સમાજ પણ છે જે બાળકની સાર-સંભાળ
લે છે તે બાળકને જે જોઇએ તે અપાવી દે છે બાળકની દરેક જિદ પૂરી કરે છે પરંતુ તેને
પણ ગુડ પેરેન્ટિંગ કહેવાતી નથી. એમ કરવાથી પણ બાળક પર ખરાબ પ્રભાવ પડે છે. અને અને
એવો પણ સમાજ છે જે મારવામાં માને છે જે કડક શિસ્તમાં માને છે તો શ્યામ માનવ એમને
પણ કહે છે કે આ તો ખૂબ ભયંકર નાસમજ ગણાય. અને એવો સમાજ છે જે બાળકમાં ધાર્મિક
સંસ્કરણ કરે છે તેને પણ શ્યામ માનવ ઠપકો આપે છે.
બાળકનો ઉછેર કરવો એક સમતોલન પદ્ધતિ છે અને
માત પિતાએ તે શીખીને જ બાળકને જન્મ આપવો જોઇએ અથવા માત-પિતા બન્યા બાદ શિખવું
જોઇએ.
અભિભાવક જો શિક્ષિત હોય તો શિક્ષણનું અડધુ
કામ આસાન થઇ જાય છે અને દેશને સારો નાગરિક મળવાની સંભાવના વધી જાય છે. આપણા સમાજની વિટંબણા એ છે કે શિક્ષિત બેકારો
વધારે છે. શિક્ષણ માત્ર ડિગ્રી બની ગયું છે અને શિક્ષણ પર કોઇનો ભરોસો નથી. એટલે
સમાજમાં શિક્ષિત માત-પિતા પણ સારુ પેરેન્ટિંગ કરી શકતા નથી અથવા જાણતા નથી. દિશા
વિનાનાની હિરા માણેક ભરી નાવ સમાન છે. શિક્ષિત થયા પણ યોગ્ય દિશા જ ન મળી શકી જો
કે એના ઘણા કારણો છે પરંતુ શિક્ષક તરીકની આ પ્રકારના સમાજમાં જવાબદારીઓ બેગણી વધી
જાય છે. એક શિક્ષક બાળક સાથે ધમપછાડા કરી
શિખવવાનો પ્રયત્ન કરે છે પરંતુ એને જે પ્રકારનુ પરિણામ જોઇએ તે મળતું નથી. અને
શિક્ષક જે જુસ્સા સાથે સેવા કરવાની શરુઆત કરે છે તે જુસ્સો તેનો ધીરે-ધીરે ઓછો થતો
હોય છે પરંતુ શિક્ષક ક્યારેય હાર સ્વીકારતો નથી.
એ પણ એટલી જ નરી વાસ્તવિકતા છે.
ગુડ પરેન્ટિંગનો અર્થ એ થાય છે કે બાળકને શિખવવાનું નથી પરંતુ તેના માત-પિતાને
શિખવવાનુ છે કે તમારે કેવી રીતે તમારા બાળકનો ઉછેર કરવો. અને કામ એક શાળા દ્વારા સંભવી શકે છે.
આપણા સમાજની એક સિસ્ટમ છે કે ભણીએ તો જ વંચાય નહિતર નહીં. અભ્યાસ દરમિયન
પણ વાંચ્યું તો વાંચ્યું આ પ્રકારની
સિસ્ટમ જે સમાજમાં ઊભી થઇ હોય તે સમાજ નિરંતાની પળમાં કિંક અભ્યાસ કરે તેની કિ
ગેરેન્ટી નથી. એટલેકે અભિભાવક એની પોતાની રીતે પેરેન્ટિંગ શીખે એના પ્રિતિશત ઘણા
ઓછા છે. પરંતુ એનો મતલબ એ નથી કે અભિભાવક કંઇ શીખવાની ઇચ્છા ધરાવતો નથી. અભિભાવક
શિખવાની ઇચ્છા તો ધરાવતા હોય છે પરંતુ એને પુસ્તકમાથી શીખી શકાય એ વાત પર વિશ્વાસ
નથી. આવા સંજોગોએ આ કામ એટલે કે ગુડ પરેન્ટિંગનું કામ એક શાળાએ ઉપાડી લેવું જોઇએ.
અને વાલી મિટિંગમાં ઠપકાને સ્થાને બાળકની સાથે કેવો વ્યવહાર કરવો માત-પિતા કેવી
રીતે સહયોગ આપી શકે બાળકનું વર્તન કેવુ હોય બાળકના વર્તનનું શું નિરાકરણ છે બાળકને
કેવી રીતે યોગ્ય માર્ગ પર લાવવા ઘરની સમસ્યાઓ કેવી રીતે હલ કરવી વગેરે બાબતોની જાણકારી
અભિભાવિકને આપવી જોઇએ.