Wednesday, 15 August 2018


સ્વ રોજગારમાં શાળાની ભૂમિકા
પહેલા તો એ કે શુ હકીકતમાં શાળાની રોજગારી માટે કંઇ ભૂમિકા હોવી જોઇએ ખરી ?
રોજગારી સાથે શાળાને જોડવાનું કાર્ય ગાંધીજીએ કર્યુ હતુ અને એમણે શિક્ષણમાં ઉદ્યોગ અને ઉદ્યોગ દ્વારા શિક્ષણની વાત કરી હતી. બુનિયાદી શાળા એ એમની પરિકલ્પના પર ઊભી છે. અને આજે જ્યારે સમાજ પર નજર કરીએ છીએ તો જેમ રાત્રે આકાશમાં તારાઓ દેખાય તેમજ ભારતમાં બેરોજગારો દેખાય ત્યારે એના ઉકેલ સંદર્ભે આપણને શાળા દેખાઈ આવે અને શાળાને કહીએ કે હવે તુ કંઇક કર.
રોજગાર અરે નહીં નહીં સ્વ રોજગાર હે ને દોસ્તો સ્વરોજગાર અને એ પણ શાળામાં હે ને શાળામાં રોજગાર એવું જ કંઇ ક વાત છે ને .આ જ પ્રકારની કોઇ વાત કરે ને હા મિત્રો જો  આવી જ કોઇ વાત કરે ને તો ખૂબ હસવું આવે અને એને કહેવાનું મન થાય  અરે એય શાળા તુ તારા સીધા રસ્તે ચાલ તો  રોજગારી આપવાનું તારૂ કામ નથી. રોજગારીથી તો તુ દૂર જ રહે..
હા દોસ્તો કડવી વાત છે પણ સાચી વાત છે. રોજગારી શાળાનો ઉદ્દેશ્ય કદાપિ ન હોઇ શકે. રોજગારી આપવાનું કામ તો સમાજનું છે. રોજગારી તો સમાજે પૂરી પાડવાની હોય. શાળાનું કામ તો સક્ષમ બનાવવાનું છે. મિત્રો પેલી બે પંક્તિ યાદ આવી જાય કે-
ખુદી કો કર ઇતના બુલંદ
ખુદી કો કર ઇતના બુલંદ કિ
ખુદ ખુદા બંદે સે પૂછે કિ તેરી રજ્જા ક્યા હૈ        
શાળાએ પોતાની આવી બુલંદી પ્રાપ્ત કરવાની છે. તેણે એવી પેઢી ઉત્પન્ન કરવાની છે કે જે પોતાનો રસ્તો જાતે જ પકડી લે એને કોઇના પણ લાકડીના સહારાની જરૂર ન રહે. એણે મજૂરો નહીં પરંતુ માલિકો પેદા કરવાના છે.. એવો સમાજ ઊભો કરવાનો છે જે સમાજમાં રોજગારી ઊભી કરે.
શાળાનું કામ રોજગીરીની ચિંતા કરવાનું કે રોજગારી આપવાનું નથી. શાળાનું કામ એવા ઉન્નત સભ્યતાનું સર્જન કરવાનું જેની કલ્પના શહીદ ભગતસિંગે, સ્વામિ વિવેકાનંદે, ભીમરાવ આંબેડકરે વગેરે મહાનુભવોએ કરી હતી. પણ મિત્રો દુખની વાત એ છે કે શાળા પોતાનો રસ્તો ભૂલી ગઇ છે. કદાચ એને સાચા રસ્તાની ખબર પણ નહીં હોય તો માફીને પાત્ર છે પરંતુ જો શાળા જાણી જોઇને પોતાનો રસ્તો ભૂલી છે તો એ કદાપિ માફીને પાત્ર નહીં બને.
સમાજમાં બેરોજગારી વધી છે. આધુનિકતા વધી છતા બેરોજગારી વધી. આશ્ચર્ય નથી થતુ કે વિકાસમાં અધોગતિ થઇ. એક સર્વેક્ષણોનો આંકડો બતાવુ કે સર્વેક્ષણોના આધેરે આંકડો મળ્યો છે અને આ આંકડો ખૂબ જ દુખદાયી આંકડો છે. હા મિત્રો, 57 ટકા હા દોસ્તો 57 ટકા ભણેલા હા ભણેલા એટલેકે શાળામાં જઇ આવેલા 57 ટકા ભણેલા રોજગારી માટે યોગ્ય જ નથી. શુ શાળાઓની ભૂલ નથી. શુ શાળાઓ આ બબાતે સમીક્ષા કરવાની જરૂર નથી. શાળા યોગ્યતા જ ઊભી કરી શક્યુ નથી અને રોજગારીની ચિંતા કરે છે.  મારૂ સ્પષ્ટ પણે કહેવું છે કે  પહેલા યોગ્યતા ઉભી કરવામાં આવે શાળાની એજ ભૂમિકા રહેશે. મિત્રો પર્સન વૉયસ ઑફ ટીચર્સના સર્વે અનુસાર 70 ટકા શિક્ષકો એવું માને છે કે શાળાના ઢાંચાને બદલવું જોઇએ. આ પ્રકારના મતો ક્યારે શિક્ષકો સેવતા હશે મિત્રો સ્થિતિ ખૂબ જ કથળેલી છે દિશાવિહિન છે
 હુ તો કહીશ અરે એય શાળાઓ હવે ચૂપ રહો. ભારતની ભાવિ સાથે છેડા કરવાનું બંદ કરો. તમે જો તમારી યોગ્ય ભૂમિકા ભજવી હોત તો આ જે આ દિવસ જોવો જ ન પડ્યો હોત.
વૉટ્સઅપ પરનો એક કટાક્ષી વાયરલ મેસેજ ઘણુ કહી જાય છે આ મેસેજ કંઇક આમ હતો.
ધોરણ 10માં પાસ થનારાઓને ઇન્જિનિયર, શિક્ષક, ડૉક્ટર વગેરે બનવા શુભેચ્છા અને નાપાસ થનારાઓને વડાપ્રધાન, રાષ્ટ્રપતિ, મુખ્યમંત્રી, ધારાસભ્ય, બિજનેસમેન વગેરે બનવા શુભેચ્છા. પ્રેરણાદાયક મેસેઝ છે પરંતુ મિત્રો ઘણુ કહી જાય છે વાસ્તવિકતા બયાન કરી જાય છે કે ભણેલાઓ, તમારે રોજગારી તો પેલા નાપાસ થનારા લોકો પાસે જ લેવાની છે. હકીકતમાં ઊંધુ હોવુ જોઇએ પરતુ આપણે જોઇએ છીએકે શાળાએ ઉત્પન્ન કરેલો માલ ક્યાય ચાલતો જ નથી.
મૈ પઢા હૂ મૈ બહુત પઢા હૂ
મેરે કંધે પર હૈ કિતના ભાર
મૈ  ફિર ભી બેરોજગાર હૂ ।
મૈ ભાષા સ્નાતક હૂ
લેકિન કહાની, નિંબંધ લેખન જાનત નહીં
મેરે કંધે પર હૈ કિતના ભાર ફિર ભી મે બેરોજગાર હૂ
મૈ ઇન્જિનિયર હૂ લેકિન અપની દૂકાન ખોલને કે કાબિલ નહીં હૂ
મૈ ઇતિહાસ કા સ્નાતક હૂ
લેકિન ઇતિહાસ કૈસે ખોજના મુઝે પતા નહીં
મૈ બી.એડ. એમ. એડ. કિયા લેકિન કૈસે પઢાના મૈ જાનતા નહીં
મેરે કંધે પર હૈ કિતના ભાર ફિર ભી મે બેરોજગાર હૂ
આજ ની સ્થિતિ કઇક આવી જ છે. ત્યારે
અંતે એટલું જ કહેવું છે. શાળા યોગ્યતા ઊભી કરે. પોતાની શિક્ષણ પદ્ધતિમા ઉદ્યોગો કે બીજી અન્ય બાબતોથી દૂર જ રહે નહીતર તે પોતાનો માર્ગ ભૂલી જશે અને ગંભિર સમસ્યાઓથી દેશ પછતાશે આ ચેતવણીની સાથે જય ભારત અને સૌને બેસ્ટ ઓફ લક.